Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

Wednesday, July 23, 2008

life fucks everyone

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!

તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં
ઉભરતી કેમ રોકશો !!

મદીરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!

તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!

તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં જીવન વીતાવતો કેમ રોકશો મને !!

Leaving from Airport

ઘરના નાકે વિતાવેલી હર સાંજ યાદ આવે છે,
એ ગુજરેલ લમ્હોની દિવસ-રાત યાદ આવે છે.

જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા દિવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.

કેવી રંગ-બે-રંગી હતી દુનિયાં આપણી!
સપ્તકિરણોના રંગો, સાતે સાત યાદ આવે છે.

દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે દિન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે

Monday, July 7, 2008

orkut scraps

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

મે આપ્યો છે તમારો સાથ..... મિત્રતા માટે...!
આ શું તમે એક સ્કેપ પણ લખતા નથી...મિત્રતા માટે...!

Sunday, July 6, 2008

destination

મને મંજિલ મળી જાય
તું કદમ થી કદમ મિલાવે તો

મારી ધડકન બની જાય
તું શ્વાસ થી શ્વાસ મહેકાવે તો

મને પ્રેમ થઈ જાય
તું દિલ થી દિલ મિલાવે તો

કંઈક વાત બની જાય
તું નજરો થી નજર મિલાવે તો

મારી જિંદગી સફળ બની જાય
તું પ્રેમ થી સ્મિત રેલાવે તો

‘કપિલ’ની કવિતા અમૃત બની જાય
તું શબ્દોનો સાથ પુરાવે તો

-કપિલ દવે

Tuesday, July 1, 2008

friendship

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......

Friday, June 27, 2008

Gujarati Kankotri

"છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી"





અમારું કાંઇ સરનામું નથી
ખબર અમને,
આજ અહિ છીએ તો
કાલે બીજે ક્યાંક હોઈશું,
પણ વચન છે તમને અમારું
જો દિલથી કરશો યાદ તો તમરા જ
હ્રદય માં રહીશું .......

Funny sentences (Gujarati)

  1. ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.
  2. જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
  3. ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.
  4. હું ઑફિસમાં દરરોજ મોડો આવું છું પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું.
  5. સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.
  6. જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે.
  7. જૂની મૂલ્યવાન ચીજો એટલે જેમનો કેટલાય વખતથી સહેજેય વપરાશ નથી એવી ચીજો.

  8. એ માણસ ભલે મૂરખની જેમ બોલતો હોય કે મૂરખની જેમ વર્તતો હોય, તમે એનાથી મૂરખ ન બનતાં, એ ખરેખર મૂરખ જ છે !

  9. ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.

  10. ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.

Poem in Gujarati

તડપતા હતા જેમની યાદમાં એક્લા ખુદ રોતા હતા,
નતો કરવો પ્રેમ તો સામુ શા માટે જોતા હતા...!?

અમારી સામે જોઈને જે પ્રેમથી હસ્તા હતા,
તેજ આજે સામે જોઇ બાજુમા ખસ્તા હતા...!!!

અમે જોયા હ્તા જે, તે સપના બહુ મોટા હ્તા,
પણ આખ ખોલીને જોયુતો, બધા સપના ખોટા હતા...!!!

આરંમ્ભ જોઈને પ્રેમનો દોસ્તો બધા હસ્તા હતા,
પણ અંન્ત જોઈને પ્રેમનો દૂશ્મનો પણ રોતા હતા...!!!

જીવન અમે સમજી એમને એમના પર મરતા હતા,
અમે એમના પ્રાણ નહી ફક્ત પ્રેમજ ઝંખતા હતા...!!!

Gujarati Poem

ભીંજવી શકે એ મને બનીને ઋતુ વસંતની

અને શ્રાવણમાં પણ કોરા રહી જવાનું મારે!

કયાંક બંધ બાંધીને રોકી રાખ મને,

ઇરછા વગર શા માટે વહી જવાનું મારે!

આ સાગરમાં ડૂબવાને તરસ્યો છું એટલે

તો તરીને માત્ર કેમ રહી જવાનું મારે!

હોય છે આંખ સામે જ સપનાઓની મંજિલ

રાહ પર છતા ઉભા રહી જવાનું મારે!

ખુદા આપે વરદાન તો માગીશ એટલો ‘ઉમંગ’

કે એના જ અસ્તિત્વમાં સમાઇ જવાનું છે મારે!

Gujarati Song

શબ્દોનો સાથિયો પૂરી બનાવી દઉં છું ગઝલ.

તું જતી હોય ને ત્યાં કહું છું પલટ,

તું મારી પાસે આવે ત્યારે ધરી દઉં છું ગાલ તરત.

હું કરું છું તારા નામનું રટણ, તું મને આવી રીતે બતાવી જા ઝલક,દિલ બની જાય ઘાયલ તરત

તારું કરું છું આખો દિવસ સ્મરણ,

કેવી રીતે કરું મારા દિલનું મનન?

હું કયારનો થયો છું દીવાનો સનમ,

હવે એક વાર તું તારો નિર્ણય બદલ,

જેથી મારું જીવન બની જાય સરળ.

Gujarati Kavita - Ahmedabad - ame amdavadi

લખી લેજો હથેળી મા નામ મારું,
સ્નેહ ના દેશ મા છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું.
All person saying for me,"i m the best and lovable".


તુટેલા સપનો ને સજાવતા આવડે છે,

તુટેલા દીલ ને મનાવતા આવડે છે,

તમે અમારા જખ્મો ને જોઇ ને પરેશાન ન થાઓ,

અમને તો દર્દ મા પણ હસતા આવડે છે......