Showing posts with label orkut fun. Show all posts
Showing posts with label orkut fun. Show all posts

Monday, July 28, 2008

human

અલવિદા કહેવાને થોડી વાર છે;

ધ્રૂજતા શબ્દો છતાં તૈયાર છે.

ભાગ્યમાં છે કાયમી કોરાપણું;

આમ તો આકાશ મુશળધાર છે.

એક પલ્લે માનવી, બીજે ખુદા;

બેઉ વરચે હોડ હારોહાર છે.

સૂક્ષ્મમાં જીવી જવું કે સ્થૂળમાં?

શ્વાસને આ સૂક્ષ્મતમ પડકાર છે.

સ્કંધ પર શૂળી નથી તો શું થયું?

માનવી પીડાનો વારસદાર છે.

Monday, July 7, 2008

orkut scraps

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

મે આપ્યો છે તમારો સાથ..... મિત્રતા માટે...!
આ શું તમે એક સ્કેપ પણ લખતા નથી...મિત્રતા માટે...!