Showing posts with label leaving India. Show all posts
Showing posts with label leaving India. Show all posts

Wednesday, July 23, 2008

Leaving from Airport

ઘરના નાકે વિતાવેલી હર સાંજ યાદ આવે છે,
એ ગુજરેલ લમ્હોની દિવસ-રાત યાદ આવે છે.

જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા દિવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.

કેવી રંગ-બે-રંગી હતી દુનિયાં આપણી!
સપ્તકિરણોના રંગો, સાતે સાત યાદ આવે છે.

દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે દિન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે