Friday, June 27, 2008

Gujarati Poem

ભીંજવી શકે એ મને બનીને ઋતુ વસંતની

અને શ્રાવણમાં પણ કોરા રહી જવાનું મારે!

કયાંક બંધ બાંધીને રોકી રાખ મને,

ઇરછા વગર શા માટે વહી જવાનું મારે!

આ સાગરમાં ડૂબવાને તરસ્યો છું એટલે

તો તરીને માત્ર કેમ રહી જવાનું મારે!

હોય છે આંખ સામે જ સપનાઓની મંજિલ

રાહ પર છતા ઉભા રહી જવાનું મારે!

ખુદા આપે વરદાન તો માગીશ એટલો ‘ઉમંગ’

કે એના જ અસ્તિત્વમાં સમાઇ જવાનું છે મારે!

No comments: