Friday, June 27, 2008

સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભેચ્છા મિત્રો

સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભેચ્છા મિત્રો..


આપણા દેશની આજે ૬૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી, ઈ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે મેળવેલી સ્વતંત્રતાને આજે ૬૦ વરસ પુરા થયા, પણ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જોવા મળેલા ઉન્માદ સામે આજે જાણે એ ઉન્માદનો નશો ઊતરી ગયેલો જોવા મળે છે. તેનું કારણ કદાચ દેશની સ્વતંત્રતાને બદલે હવે ભારતનાં નાગરિકોને પોતાની સ્વતંત્રતામાં જ રસ હોય તેવું લાગે છે, અથવા કદાચ લોકશાહી અને સ્વતંત્રતાની વધુ પડતી અને ખોટી વાતોથી જનતા હવે ઉબકી ગઈ છે.

ઈતિહાસનાં દસ્તાવેજોનો અભ્યાસ કરવાથી જાણકારી મળે છે કે ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ખરેખર આઝાદી આપવા આવી નહોતી, ભારતની જનતા સાથે મોટી છેતરપિંડી જ કરવામાં આવેલી, બ્રિટનની સરકારે ૧૮ જુલાઈ ૧૯૪૭ના દિવસે એક કાયદો કર્યો હતો, જેનું નામ 'ધ ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એકટ' કાયદામાં સ્પષ્ટતા છે કે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અખંડ ભારતના બે ટુકડા કરી બે ખંડિયાં રાજ્યોના હાથમાં સતા આપવી, ભારતના પ્રથમ ગણતંત્ર દિવસ સુધી ભારત અને પાકિસ્તાન બન્ને બ્રિટનના ખંડિયાં રાજ્યો(ડોમિનિયન) જ હતા,
શરૂઆતથી જ ભારત સરકાર જનતાને મુર્ખ બનાવતી રહી છે અને કદાચ જનતાને મુર્ખ બનવાની આદત પડી ગઈ છે.

ભારતીય જનતાનું ગુલામ માનસ આમ જાણીતું છે, પોતાની જાતની નાણા માટે આગળ વધારવાની આદત છે, પણ દેશ માટે કંઈ કરવાની વાત આવે ત્યારે બધા બધા કોઈ આગળ આવે તેની રાહ જુએ છે, અંગ્રેજાની નરમ ચામડી પાસેથી ઉપવાસ અને આંદોલન કરી આઝાદી મેળવી શક્યાં પણ અત્યારના રાજકારણીઓ પાસેથી દેશના હિતમાં કોઈ સારું કામ કરાવવા પણ આગળ નથી આવી આવતું, આપણાં રાજકારણીઓની જાડી ચામડી અને વડીલોની સલાહ 'સત્તા પાસે શાણપણ નકામું' કદાચ આવો વિચાર ગાંધીજીએ પણ કર્યો હોત તો આપણને આવું બોલવાની તક પણ ના મળી હોત.

લોકશાહી મતલબ લોકો માટે લોકો દ્વારા ચાલતું તંત્ર, કદાચ ભારત દેશ ૧૯૪૭ સુધી જ લોકશાહીને લાયક હતો, લોકશાહીનું તંત્ર લોકો દ્વારા ચાલતું બંધ થાય તો શું થાય સ્પષ્ટ રીતે સમજાઈ તેવી વાત છે. બંધારણના અનામતના લાભો બધાને જોઈએ છે પણ આજીવન પછાત રહીને, લોકશાહીના બધા લાભો જોઈએ છે પણ ફરજો પાળ્યાં વગર.

મિત્રો એક સવાલ અંતરઆત્માને આજે પૂછી લેજો, કોઈપણ દેશની પ્રગતિ કે અધોગતિ માટે જવાબદાર કોણ ?

મને તો એક જ જવાબ મળે છે જે તે દેશનો નાગરિક...

No comments: