Monday, July 28, 2008

human

અલવિદા કહેવાને થોડી વાર છે;

ધ્રૂજતા શબ્દો છતાં તૈયાર છે.

ભાગ્યમાં છે કાયમી કોરાપણું;

આમ તો આકાશ મુશળધાર છે.

એક પલ્લે માનવી, બીજે ખુદા;

બેઉ વરચે હોડ હારોહાર છે.

સૂક્ષ્મમાં જીવી જવું કે સ્થૂળમાં?

શ્વાસને આ સૂક્ષ્મતમ પડકાર છે.

સ્કંધ પર શૂળી નથી તો શું થયું?

માનવી પીડાનો વારસદાર છે.

Wednesday, July 23, 2008

life fucks everyone

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!

તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં
ઉભરતી કેમ રોકશો !!

મદીરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!

તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!

તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં જીવન વીતાવતો કેમ રોકશો મને !!

Leaving from Airport

ઘરના નાકે વિતાવેલી હર સાંજ યાદ આવે છે,
એ ગુજરેલ લમ્હોની દિવસ-રાત યાદ આવે છે.

જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા દિવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.

કેવી રંગ-બે-રંગી હતી દુનિયાં આપણી!
સપ્તકિરણોના રંગો, સાતે સાત યાદ આવે છે.

દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે દિન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે

Monday, July 7, 2008

orkut scraps

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

મે આપ્યો છે તમારો સાથ..... મિત્રતા માટે...!
આ શું તમે એક સ્કેપ પણ લખતા નથી...મિત્રતા માટે...!

Sunday, July 6, 2008

destination

મને મંજિલ મળી જાય
તું કદમ થી કદમ મિલાવે તો

મારી ધડકન બની જાય
તું શ્વાસ થી શ્વાસ મહેકાવે તો

મને પ્રેમ થઈ જાય
તું દિલ થી દિલ મિલાવે તો

કંઈક વાત બની જાય
તું નજરો થી નજર મિલાવે તો

મારી જિંદગી સફળ બની જાય
તું પ્રેમ થી સ્મિત રેલાવે તો

‘કપિલ’ની કવિતા અમૃત બની જાય
તું શબ્દોનો સાથ પુરાવે તો

-કપિલ દવે

Friday, July 4, 2008

life is love

હર એક શ્વવાશમા તારિ યાદ મુકુ છુ.મારાથિ વધારે વિશ્વવાસ તારા મા મુકુ છુ,સાચવજે મારા વિશ્વવાસ ને જતન થિ,મારા શ્વવાશને તારા વિશ્વવાસે મુકુ છુ


પ્રેમ એક સરોવર નથી, પ્રેમ તો એક નદી છે, વહેતી નદી. સતત વહેતી નદી. પ્રેમ કદી સરોવરની જેમ પાળો વચ્ચે કેદ રહી શકે નહીં. પ્રેમને તો વહેવા જોઈએ.

Thursday, July 3, 2008

love is life

તું હવા જેવું અડે ને ભીતરે કૈં ઝલમલે

ઝેર નજરુંના ચડે ને ભીતરે કૈં ઝલમલે

કયાંકથી આવી ચડે જો મ્હેંક પાછી આંગણે

કાન પર પગરવ પડેને ભીતરે કૈં ઝલમલે

ભવ્ય એ ખંડેરમાં ભૂલો પડું હું તે ક્ષણે

ચીજ તારી કો જડે ને ભીતરે કૈં ઝલમલે

શૂન્યવત્ ઊભું રહે આ ઝાડ ફેલાવી વિટપ

વેલ વિંટાતી થડે ને ભીતરે કૈં ઝલમલે

કંટકોને અવગણી લે, બોરડી વિંઝોળ તું

બોર રાતાંચટ્ટ દડે ને ભીતરે કૈં ઝલમલે

fun

Wednesday, July 2, 2008

Funny !!!

કોલેજ લાઇફ એટલે રિલાયન્સ જેવી :- કરલો દુનીયા મુઠી મેં
બેચલર લાઇફ એટલે એરટેલ જેવી : -ઐસી આઝાદી ઓર કહા ?
એંગેજમેન્ટૅ પછી આઇડીયા જેવી :- જો બદલ દે આપકી ઝીન્દગી
મેરેજ પછી હચ જેવી :- વેર યુ ગો અવર નેટવર્ક ફોલોવ્સ (તમે જ્યાં જશો અમારુ નેટવર્ક (પત્ની) તમારી પાછળ હશે)
અને છોકરા છૈયા પછી બિ એસ એન એલ જેવી : આ રુટ ની તમામ લાઇનો વ્યસ્ત છે


Tuesday, July 1, 2008

friendship

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......