Monday, July 28, 2008

human

અલવિદા કહેવાને થોડી વાર છે;

ધ્રૂજતા શબ્દો છતાં તૈયાર છે.

ભાગ્યમાં છે કાયમી કોરાપણું;

આમ તો આકાશ મુશળધાર છે.

એક પલ્લે માનવી, બીજે ખુદા;

બેઉ વરચે હોડ હારોહાર છે.

સૂક્ષ્મમાં જીવી જવું કે સ્થૂળમાં?

શ્વાસને આ સૂક્ષ્મતમ પડકાર છે.

સ્કંધ પર શૂળી નથી તો શું થયું?

માનવી પીડાનો વારસદાર છે.

2 comments:

નિર્મલ પાઠક said...

શું આ તમારી રચના છે? ઘણી સુંદર છે!

-- નિર્મલ.

Japan Shah said...

હુ તૌ નિમિત માત્ર છૂ.