Friday, June 27, 2008

aapnu Gujarat ne eni Gujarati Bhasha

આયના જેવુ અંગ અને સોના જેવો રંગ
કુદરતે રચ્યો છે શું મજાનો સંગ !

ફુલ જેવા વદન પર સંગીત જેવુ સ્મીત
હારી જાઉં દિલ અને મેળવી લઉં હુ જીત

સુરાલય જેવી આંખો મા સુરા છે અમાપ
એક બુંદનો નશો ને રહે જીવનભરનો વ્યાપ

હંસલા જેવી બોલી અને કોયલ જેવો કંઠ
દિલના તાર છંછેડતો જાણે એક તંત

ભમ્મર કાળા વાળ ને તડકા જેવુ રૂપ,
"સપન" ને ખુટે શબ્દો, એવુ સુંદર સ્વરૂપ

1 comment:

Unknown said...

મિત્ર જપન...

આપનો ખુબ ખુબ આભાર કે આપે મારી આ રચના... "આયના જેવુ અંગ..." ને આપના બ્લોગ પર પ્રસીદ્ધ કરી... આ બદલ હું આપનો ઋણી રહીશ..

એક ખાસ વિનંતી એ કે મહેરબાની કરી મારી જ નહી પણ અન્ય કોઈની પણ રચના આપના બ્લોગ પર પ્રસીદ્ધ કરો તો સાથે એ વ્યક્તિનું નામ પણ પ્રસીદ્ધ કરશો...